"તેર ટપ અને બાર કાં?"
🙏🏿
આ જૂના સમયની કહેવત છે.
મતલબ કે જૂના જમાનામાં લોકો મહેમાનગતિ કરવા જાય ત્યારે એક બે દિવસ રોકાતા.રાતે મોડા સુધી પરસ(ચર્ચા)કરે અને મોજ મજા કરી,ઘેર પાછા આવી કામે લાગે.આ જીવન અલૌકિક હતું.
મુળ વાત કહું તો આ સદર ઉક્તિ પાછળ એક ઘટના છે તે આ મુજબ છે:
"મહેમાનગીરીએ જાય ત્યારે જે ઘરે જમવાનું હોય ત્યાં બધા સાથે જમે.જમવામાં કોણ વધુ ખાય તેની હરીફાઈ ચાલે.જે ઘરે રોકાયા તે ઘરની સ્ત્રી રસોડે બાજરાના રોટલા જેટલા બનાવે તેટલા આ ત્રણ જ્ણ બીજો રોટલો ચડે તે પહેલાં ઓહિયાં કરી જાય.આ ઘરની સ્ત્રી રોટલા બનાવતાં થાકી અને ઘર ધણીને કીધું કે લૉટ નથી.મહેમાન જીદે ચડ્યા છે,શું કરશો?પતિ બોલ્યો ચિંતા ના કર હું કંઈંક કરું છું.જમવામાં મશગુલ મહેમાનોને કીધું:એને પિયર કોઈ સંદેશ આવ્યો છે,તેને જવામાં ઉતાવળ છે,માટે બાકીનું રાંધણું બનાવી દઉં?
ત્યારે ત્રણ પૈકી એક મહેમાન બોલ્યો : "તેર ટપ અને બાર કાં ?" મતલબ કે તેર રોટલામાં અમેં 12 જ રોટલા ખાધા છે.હજુ એક રોટલો ક્યાં?(તેરમો રોટલો તેણીએ બેઉને માટે રાખ્યો હતો.)
મહેમાનની આ વાત સાંભળી તેની પત્ની અવાચક બની ગઇ.જુઠાણું પકડાઈ ગયું.
(જૂના જમાનના માણસો આખા બોલા,સત્ય બોલનારા તેમજ જમવામાં અને હરીફાઈ માં અવ્વલ હતા.)
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)