આશરે સવાબસો વર્ષ પહેલાની વાત છે ગોઝારીયા મા એક બ્રાહ્મણ કુટુંબમાં લીલાધર નામે એક બ્રાહ્મણ થઈ ગયા લીલાધરે ખાસ વિદ્યાઅભ્યાસ કરેલો નહી તેથી ગામમાં યજમાન વૃત્તિ અને કર્મકાંડ કરી પોતાના ઘરનુ ગુજરાન ચલાવે વખત આવે રસોઈ નુ કામ પણ કરતા
એક દિવસ તેમની ઘરડી માતા અને તેમની પત્ની લક્ષ્મીબાઇ સીમમાં ચાર લેવા ગયેલા લીલાધર એકલા ઘરે હતા ભાંગલા તુટલા ખાટલા પર આળોટતા હતા તેવામાં વરોસડાના દરબારનો એક માણસ આયો લીલાધર ભજનના ભાવ વિભોર થઇ રાગડા તાણતા હતા પેલા માણસે આવી ક્હ્યુ વહીવટદાર ઠાકોર સાહેબ પધાર્યા છે તેમના માંટે તાબડતોબ રસોઈ બનવવાની છે લીલાધર હાફળા ફાફળા થઈ ઊભા થઈ ઝડપ ભેર કેડીયુ પેહરયુ કસો બાંધી પાઘડી પેરી હાથમાં લાકડી રાખી મોટી ફંલાગો ભરતા વહીવટદાર સાહેબ ઉતારે પહોંચ્યા તેમનો ઢંગધડા વિનાનો વેષ જોઈ ઠાકોર ને હસવુ આયુ અને લીલાધર ની મીઠી મશકરી કરવાની તરંગ લાલસા ઉત્પન્ન થઈ અને ક્હ્યુ મહારાજ મે તમને રસોઈ કરવા બોલ્યાવા જ નથી મે તારી ઘરવાળીને રસોઈ કરવા બોલાવી છે એને જ મોકલજે ..ઠાકોર સાહેબ ના આવા વચન સાંભળી લીલાધર ના શરીર માં ક્ષણભર લોહી થંભી ગયુ હ્રદયના અણુ અણુમાં કાળી બળતરા મુકી તેમના મગજમાં ભગવાન પરશુરામનુ શૌર્ય છલકાઈ ગયુ પોતાને લાકડી ફેરવવાનુ મન થયુ પરંતુ તેમની નિરાધારી નુ દુખદ સ્મરણ થઇ આવ્યુ ક્યા ઠાકોર સાહેબ ને ક્યા પોતે લાચારીમાં એમના પગ પાણી પાણી થઈ ગયા હર્દય માં નિરાશા ઊભરાવા લાગી ઠાકોરના આગ જેવા તીખા શબ્દો ગળી ઘર તરફ રવાના થયા રસ્તે ચાલતા ચાલતા પણ તેમની મગજની નસો ઝડપભેર ધ્રુજતી હતી હ્રદય મા અસહ્ય ડુમો ભરાઇ ગયો તેમની આંખમાંથી હૈયાના ચરૂમાં ઊકળતી વ્યથારૂપી વરાળથી ઉદ્ભવેલા અશ્રુબિંદુઓ ખરી પડયા ઘેર પોહચતા તેમના રૂમાડા ખડા થયા પોતાની પ્રાણ પ્રિય પત્ની નુ આવુ ઘોર અપમાન ભયંકર અપમાન વિચારોની ભુતાવળ તેમના મગજને ભરખવા લાગી એકલા એકલા શુ કરવુ તેને સુઝ પડી નહી એકાએક તેમના મુખપર તેજ ઝળહળી ઉઠયુ તેમની આંખો કોઈ ઘેલાની માફક ચમકી ઝડપથી પટારા પાસે જઈ છોકરામાટે બાળાગોળી બનાવવા લાવેલા અફીણ ના આખા પડીકાનો ફાકડો કર્યો પંદર વિસ મિનટમાં અફીણ એમની રગેરગમાં ફેલાઈ ગયુ ને પ્રાણ પંખી ઉડી ગયુ
આ બાજુ લીલાધર ના પત્ની તેઓ હજુ ખેતરે હતા સીમમા ઝાર વાઢતા હતા એમને સમાચાર મળતા દોડતા દોડતા ઘરે આવ્યા તેમને શ્વાસ માતો ન હતો લક્ષ્મીબા બોલ્યા ઓ મારા પ્રભુ મને એકલી મુકી હાલ્યા ગયા લક્ષ્મીબાઇ ની આંખો કમકમવા લાગી ક્ષણભર આંખ બંધ થઈ ને પાછી ઉઘાડી પુનિત તેજ અને અપુર્વ ચમકથી છલકાવા લાગી ને લીલાધર ના દેહને વળગી પડી મારા પ્રાણ મને કહેવુ તો હતુ મને છેલ્લે છેતરી લીલાધર ના માં પણ રડવા લાગ્યા રોકકળ થઈ આડોશ પાડોશથી લોકો ખડકાવા લાગ્યા લક્ષ્મીબાઇ ને આશ્વાશન આપ્યુ પણ એનુ આશ્વાશન તેના પતીની સોડ્ય મા હતુ તે લીલાધર થઈ અળગી થવા માંગતી ન હતી પાડોશીઓની ધીરજ ખૂટી..
અંતિમવિધિ માટે લીલાધર ના શબને સ્મશાન લઈ જવામા આવ્યુ લક્ષ્મીબાઇ ડાઘુઓ સાથે જીદ પકડીને સ્મશાન મા આવી લીલાધર ની ચિતા ખડકાઈ ગઈ શબ ઉચકીને ચિતા પર રાખ્યુ પળવારમાં અગ્નિપ્રગટ થઈ ભડોભડ બળવા લાગી લક્ષ્મીબાઇ એ આજુ-બાજુ જોઈ કોઈ નુ ધ્યાન તેના પર ન હતુ વીજળીની ઝડપે ભડભડ બળતી લીલાધર ની ચિતામાં તે જય અંબે કરીને કુદી પડી ને પોતાના પતિના શબ વળગી પડી ને બોલી મારા પ્રાણ જ્યા તમે ત્યા હું ડાઘુઓ એ દોડધામ કરી મુકી તેમનો સમજાવટો સદંતર નિષફળ ગયા પ્રભુ પણ સતીને પતિથી વિખુટો પાડવા પામર હતો તો સામાન્ય માણસનુ શુ ગજુ લોકોએ સતિની જૈ બોલાવી આ હકીકત વરસોડાના ઠાકોર પાસે ગઈ ત્યારે અક્થ્ય દુખ ઉભરાયુ હાસ્ય અને મશકરી નુ ક્રૂર પરિણામ તેમના મગજને કોરી રહ્યુ હતુ આ પાપનુ પાયશ્રિત કરવા તાબડતોબ આ જગ્યાએ જઈ પહોચ્યા અને લક્ષ્મીબાઇ અને લીલાધર ની ઠરેલી ચિતાને નમન કરી આ સ્થળે દેહરૂ બનાવવાનુ નક્કી કર્યુ થોડાક સમય પછી લક્ષ્મીબાઇ ની પથ્થર ની હાથ કંડારેલ મુર્તિ પધારાવી લીલાધર ના વારસોને ઠાકોરે આઠ વિઘા જમીન આપી આજે તેમના વારસદારો પાસે છે
ગોઝારીયાની સૌભાગ્યલક્ષ્મી સતી લક્ષ્મીબાઇ કોઈ ઔલૌકિક સતીનો અવતાર ગણાય છે તેના પુનિત કાર્ય ને પ્રભાવ અર્પતુ નાનુ દેહરૂ સવાબસો વર્ષ ના કાળને વિંધીને ઊભુ છે ને આજેય સતીમાના દેહરા તરીકે ઓળખાય છે
-મહેશ ઠાકર