કરચલી
પથારીવશ થયેલ વૃધ્ધ માતા કે પિતાની તેમના સંતાનો ને લાગણી સભર અરજી...
બેટા!
કરચલી પડેલી આ ચામડીમાં કેટલી નાખીશ બહારથી નળીઓ,
એમનેમ જ જીવવા દે ને મને મોજથી બચેલી ઘડીઓ.
નથી કરવો હવે મારે હૉસ્પિટલના બેડમાં રેસ્ટ,
કરવા દે મને વાતો તારાથી જાયના ટાઇમ વેસ્ટ.
નથી ખાવા મારે આ ઇન્જેક્શનના ગોદા,
લઇશ હું દવાઓ, કરને ડૉક્ટરથી સોદા.
કરચલી પડેલી આ ચામડીમાં કેટલી નાખીશ બહારથી નળીઓ,
એમનેમ જ જીવવા દે ને મને મોજથી બચેલી ઘડીઓ.
નથી ખાવો મારે આ માંદા માણહ નો ખોરાક,
જમી લેવા દેને મને ભાવતા ભોજન થોડાક.
નથી જાવું મારે કરવા જાત્રા બદ્રી - કેદાર,
બસ જોઇ લઉં પોત્રા-પોત્રી ના સુખી ઘરસંસાર.
કરચલી પડેલી આ ચામડીમાં કેટલી નાખીશ બહારથી નળીઓ,
એમનેમ જ જીવવા દે ને મને મોજથી બચેલી ઘડીઓ.
નથી જોઇતા મારે જમીન - જાયદાત મારે નામ રતીભાર,
બસ રાખજો કુટુંબની સાખ સમાજમાં અવિરત અપાર.
નથી જીવવું મારે હવે ઘણું ઝાઝું,
જોઉં બસ કુટુંબ હળીમળીને રહેતું સાજું.
કરચલી પડેલી આ ચામડીમાં કેટલી નાખીશ બહારથી નળીઓ,
એમનેમ જ જીવવા દે ને મને મોજથી બચેલી ઘડીઓ.
- 'વિચારો ને વાચા '
દિવ્યા