હકીકત એટલી કે તું છે અથવા તું નથી...
હકીકત એટલી પણ ખરી કે હું છું અથવા હું નથી...
બાકી બધું બસ આ હું અને તું વચ્ચેનું નાટક...
કે પછી હું અને તું વચ્ચેનું અંતર...
કે પછી હું અને તું વચ્ચેનું જોડાણ...
કે પછી હું અને તું માંથી આપણે બનવાનું સાહસ....
કે પછી તું માંથી તું મટી જવાનો.....
અને હું માંથી હું મટી જવાનો એકસાથે પ્રવાસ....
-Tru...