💙"સમયનો પલટવાર."
-@nugami.
માંડ બે જણ રહી શકે એટલી ઓરડી.
નવા નવા લગ્ન કરીને વિધિ સુરત આવી હતી.
વધુ ભણી નહોતી પણ કોઠા સૂઝ ઘણી બધી.
વિરેન હીરાનું કામ કરે.
એટલે લગ્ન કર્યા પછી તરત જ વિધિને લઈને સમય બગાડ્યા વિના જ સુરત એવી પહોંચ્યો.
માપે ઘર,એટલે જવાબદારી પણ વધુ.
લગ્ન ના પહેલા દિવસે જ વિરેનને તાવની અસર હતી.
પણ એણે વિધિને કંઇ કહ્યું નહિ.
અને વિધિ ઉંમરમાં થોડી નાની,એટલે એને કંઈ સૂઝ્યું નહિ. તાવના કારણે બીજા દિવસે કામ પર જવાની હિંમત પણ વિરેનની નહોતી.
વિધિએ વિરેનને દવાખાને જવાનું કહ્યું.
પણ વિરેને કહ્યું," દવા લીધી છે મટી જશે.આમેય દવાખાને જઈશ, તો ખોટો ખર્ચો થઈ જશે."
વિધિએ મીઠાના પાણી વાળા પોતા મૂક્યા.
પણ તોય ફેર નહોતો પડ્યો. તાવમાં તરફડતાં વિરેનના શ્વાસ ત્યાં જ એ ઘડી થંભી ગયા.અચાનક આ બધું શું થયું એ જોઈ વિધિ હેબતાઈ ગઈ.
એ વખતે મોબાઈલ ફોન પણ નહોતાં. PCO માં જઈ ને ઘરે ફોન કર્યો .અને બીજા દિવસે બધા આવી પહોંચ્યા.ક્રિયા કરમ ત્યાં જ કરીને બધું પતાવ્યું, જેમાં વિધિનાં પોતાના મનગમતા વાળ પણ ઉતરાવી દીધા.
પરણ અને મરણના ખેલ વચ્ચે વિધિ ઝઝુમતી રહી.
સફેદ સાડી ને માથે એક વાળ નહિ. રંગીન દુનિયા અચાનક બેરંગીન!
શું સુખ જોયું?
ઘરમાંથી બહાર જવા ના મળે.
કોઈ પ્રસંગમાં જવા ના મળે.
ઘણું અસમંજસમાં જીવતી હતી.
અચાનક એણે નક્કી કર્યું,
"મારે ભણવું છે. બસ ભણવું જ છે."
બીજા દિવસે એના પિતા ને કહ્યું,"પિતાજી મારે ભણવું છે."
પિતા કહે," ના બેટા,હવે તારાથી ન ભણાય! સમાજ શું કહેશે?"
વિધિને લાગ્યું કે ,ઘરવાળા તેને ભણવા નહિ દે,એટલે એક રાતે પોતાનો થોડો સામાન લઈને ઘરેથી નીકળી ગઈ.
ક્યાં જઈશ? શું કરીશ? કંઇ પણ વિચાર કર્યા વિના બસ નીકળી ગઈ.
અનાયાસે એને એક અનાથાશ્રમ દેખાણું.
એ ત્યાં જઈને પોતાની આપવીતી કહીને ત્યાં રહેવા લાગી.એની ભણવાની ધગશ જોઈને કોઈ એને ના પડી શક્યું નહિ.
અંતે એક એવો સમય આવ્યો,કે જેણે એનું આખું જીવન બદલી નાખ્યું.
ભણીને એણે પ્રોફેસરની લાયકાત મેળવી.અને જેણે જેણે એને મદદ કરી એ બધાને જરૂર પડ્યે મદદ પણ કરે છે.અને સાચો માર્ગ પણ ચીંધે છે.
"સમયને બદલવો હોય તો,સમય આવે જાતને બદલવી પડે."
"વ્યક્તિ ક્યારેય નબળી નથી હોતી.
નબળો તો વ્યક્તિનો સમય હોય છે."
"સાચા સમયે સાચો નિર્ણય લેવાની કોઠાસૂઝ વ્યક્તિને સાચા અને સારા માર્ગે દોરી જાય છે."
"હતાશા ને નિરાશા તો જીવનનો એક ભાગ છે.સંપૂર્ણ જીવન નથી."
જેમ સુખને પચાવી શકાય છે હોંશે હોંશે,
એમ દુઃખ પણ ચવાઈ જાય છે,
બસ હિંમતના દાંત અને જીવવાનો એક ધ્યેય મજબૂત હોવા જોઈએ.
-@nugami.💙