સ્વયમ પર નિર્ભર , હું ખુદ થી જ પરિચિત છું.
લાખો સમુદ્ર ને નદી ઓની હારમાળા માં,
ખુદ થી ખુદ ને અનુભવતી દ્વિપ છું
લાખો રજડતાં છીપ માં, સાંપડે જે મોતી,
એ અલૌકિક છીપ છું.
પવન, પાણી, અગ્નિ, ધરા ને આકાશ
આ પંચ તત્ત્વ ના મેળ થી પણ અધિક છું.
એમ શોધ્યે કોઈ ને ક્યાંય નહિ જડું ,
હું મારા જ અંતર મન માં આજીવન કેદ છું.
કમાણી છે થોડાક અજવાળા ની પણ,
પ્રગટાવવાની અનેક દીપ છું.
- Nidhi Mehta❤️🖋️