આ ગેર હાજરીમાં પણ તમારી જ હાજરી વર્તાય છે,
તું નથી છતાં આસપાસ આભાસી પ્રતિબિંબ વર્તાય છે..
આ દિવાનગીની અનુભૂતિ ફક્ત મને જ અનુભવાય છે,
તારા અક્ષમા ભળી ને મારી જીવનની સફર પૂર્ણ થાય છે..
જવાબદારી નિભાવવામાં જાણી જોઈને અજાણ થવાય છે,
સાચું કહું તો વચન વિના પણ આજીવન રાહ જોવાય છે..
દર્શના રાધે રાધે