સમીસાંજ ના ઢોલ નગારે કરૂણ ચીસ સંભળાય.
શરણાઈના સુર બન્યા સુન્ન પિડા બહુ થાય.
તોરણીયા સુકાઈ ને ઢળી પડ્યા.
બારસાખ મુછિતૅ થાય.
ટોડલા ,બારી એકલતા માં અટવાય.
સુના બન્યા ઓટલ ને અગાશ.
ભીંતો વિરહ માં ભટકાય.
ઘર આખું ચોધાર અશ્રુ ન્હાય.
પંખીડા સૌ ઉડી ગયા જીવતા માળા મ્હાય.
સુકી ધરતી ,સુકું છે આજ આકાશ.
માંડવી યુ સૌ વિદાય થઈને એકલતા વર્તાય.
માના દિલના ટુકડા થયા ને બાપ નું અંતર છે પીડાય.
જીવતેજીવત આ શું કયુૅ??દિકરી પારકી કેવાય.
માતા-પિતા ના જીવને પાનખર વર્તાય.
આજ કેમ થઈ છે કન્યા વિદાય???.