દ્વાર મનના બધા હવે ખોલો,
ને પછી મીરા જેમ જ ડોલો.
એક ઈચ્છા મૂકો પટારામાં,
કે પછી ત્રાજવે તમે તોલો.
ધૂળનું ઢેફુ જિંદગી, તડકો-
ટાઢ હો, ફેર શું પડે બોલો.!
તુંજ ઈશ્વર થઈ શકે તો થા,
આજ અવતાર છે મહામોલો.
હા,મને ઈશ મળી ગયો મુજમાં,
તમતમારે તમે મરજી ઠોલો.
વાંસળી એજ થઈ શકે’રોચક’,
બહાર નક્કોર, ભીતરે પોલો.
-અશોક વાવડીયા