મોર પંખની કલમે મેં
શાશ્વત પ્રતીક્ષા લખી છે,
એક તારાના તારે મેં
પળ પળની વેદના ચીતરી છે,
માંગણી ઈશ પાસે કરી
શાશ્વત લાગણી વહેતી રાખી છે..
આંખોમાં પ્રતિક્ષા ધરી મેં
દિલમાં ઘણી વાતો ભરી છે..
તુ આવે તો કહી દઉં તને
એક એક પળને સદીઓ કરી છે..
દર્શના રાધે રાધે

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111816983
Kamini Shah 4 year ago

એ પળની સદીઓને આજ રૂબરુ મળી પુરી કરી છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now