ગીત
કાંઈ નહીં બસ અમથા ઉડીએ આકાશે આપણે
પવન વેગિલે ઠંડ ચડે મન તરત પહોંચે તાપણે.
ઉડવાનો આનંદ પલાણે હવાઈ રુડી પાંખો
પાંખો વીંઝી કરે સૂરજ ઝગઝગતો હેમલવર્ણો
વન અરણ્ય સુસવાટે ગાતા ગીત નવા ગણગણે
કાંઈ નહીં બસ અમથા ઉડીએ આકાશે આપણે.
ગણગણાટ થી લય પ્રગટે જે, ઝુમી ઉઠે વનરાઈ
ભાન ભૂલી ને તરુવર તેની કરી ઉઠે વાહવાહી
નાચગાનમાં મસ્ત બને ત્યાં સકલ ભુવન સંગાથે.
કાંઈ નહીં બસ અમથા ઉડીએ આકાશે આપણે.
--મનોજ શુક્લ.
(૧-૭-૨૦૨૨)