સફળતાં મળી મારાં સંઘર્ષોનાં કામની,
જે બીજા દ્વારા મળેલાં દુઃખોથી હતી,
એ લોકોનું ઋુણ હું કદી ના ચુકવી શકું,
જેણે મને લાકડીઓથી માર માર્યો હોય,
ઘણી વાર લાગી સમયનાં ઘા રૂઝાતા,
કારણ કે તે ઘા લાગણીઓનાં હતાં,
સફળતા માટે હતાં ફક્ત બે જ પાસાઓ,
વિશ્વાસનું હથિયાર ને બીજું મૌનનુ કવચ,
એ લોકોનું ઋુણ હું કદી ના ચુકવી શકું,
જેણે મને લાકડીઓથી માર માર્યો હોય..
મનોજ નાવડીયા