મઝહબી ઝેર કોણ ફેલાવી રહ્યા છે,
જોવો તો ખરા કોણ ફાવી રહ્યા છે.
ધર્મના નામે ગળા સરેઆમ કપાય,
દેશ કરતા મોટો એમને ધર્મ દેખાય.
નાની વાતે તલવાર ઉઠાવી રહ્યા છે.
નથી વિશ્વાસ તેમને સંવિધાન પર,
શૈતાની રૂપ છે ધર્મના પરિધાન પર.
કાયદાઓને તેઓ હંફાવી રહ્યા છે.
કહો નાની વાત અને ખૂન થઈ જાય,
સેક્યુલરો આ જોઈ મૌન થઈ જાય.
કથિત લોકો તેને અપનાવી રહ્યા છે.
કથિત ધર્મના ઝનૂની મોતનું તાંડવ કરે,
કોઈ કઈ બોલે તો સીધા એ કમોતે મરે.
હેવાનો દૈત્યના પાત્રો ભજાવી રહ્યા છે.
શાંત દેશમાં ધર્મની આગ ભડકાવે છે,
નિર્દોષના ઝુંપડા જેઓ સળગાવે છે.
મનોજ જો એ પ્રજાને નચાવી રહ્યા છે.
મનોજ સંતોકી માનસ