Some beautiful Gujarati Quotes ..
💙💕
છાંયડાની ખોજમાં
આ જિંદગી કાઢી નાખી..
રોજ નમતી ડાળને
કારણ વિના વાઢી નાખી..!🍂
💙💕
રૂપથી અંજાયો નથી,
સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ,
કેમ કહું પડછાયો છું..🍂
💜💕
પથ્થરો પોલા હશે
કોને ખબર ..??
લોકો પણ કેવા હશે
કોને ખબર ..?
મૃત્યુ સત્ય બની આવી જશે
લોકો તો રડશે ..
પણ આંસુ કોના સાચા હશે કોને ખબર.🙏
💚💕
નક્કી એના ચણતર માં
આંસુ રેડાયા હશે ....
બાકી હરખ નું મકાન
આટલું પાકું નાં હોય ...🍂
💜💕
કડવી ગોળીને
ગળવાની હોય
ચગળવાની ન હોય,
વેદનાને તો
વીસરવાની હોય
વાગોળવાની ન હોય..!🍂
💜💕
કહી દો મોતને કે
ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી
જિંદગી જીવી રહ્યો છું...🍂
💙💕
શબ્દોના તીર ચાલતા હોઈ
અને તે લાગી જાય તો સમજવું અભિમાન ની હાજરી છે...🍂
💙💕
" પાસબુક અને શ્વાસબુક -
બંને ખાલી થાય ત્યારે
ભરવી પડે છે.
પાસબુકને બેલેન્સથી
અને શ્વાસબુકને સત્કર્મોથી. 🍂 *આભાર કોનો માનુ ?*
ઈશ્વરનો કે માતાપિતાનો ?
એક એ જીવ આપ્યો
એક એ જીવતા શીખવાડ્યું
એક એ ચરણ આપ્યા
એક એ ચાલતા શિખવાડ્યું
એક એ ઊંઘ આપી
એક એ હાલરડાં ગાઇ સુવડાવ્યા
એક એ ભૂખ આપી
એક એ વહાલથી જમાડયું
એક એ વાચા આપી
એક એ સુંદર વાણી આપી
એક એ જન્મજાત સંસ્કાર આપ્યા
એક એ સુસંસ્કારનું સિંચન કર્યું
*આભાર બંનેનો માનું*
એક શ્વાસ છે એક શ્વાસના પ્રણેતા છે
- એક થકી
અસ્તિત્વ છે મારું
- એક થકી
અસ્તિત્વની ઓળખાણ છે મારી
*B* એટલે *Birth* અને *D* એટલે *Death*
આ બે માંથી એક પણ આપણા હાથમાં નથી..
પરંતુ
*B* અને *D* ની વચ્ચે *C* આવે છે
*C* એટલે *Choice* તે આપણાં હાથમાં છે.
જીવન કેવુ જીવવું? તે આપણાં હાથમાં છે.
*વર્તમાન*માં આનંદથી જીવો,
*ભૂતકાળ*ને ભૂલી જાવ,
*ભવિષ્યકાળ*ને કુદરત ઉપર છોડીદો.
🌹🌹