મેહુલિયા તારે આવવું હોય તો આવ,
પણ આવી રીતે ન આવ !
ખૂબ તોફાની બનીને આવે છે ત્યારે,
કેવી રીતે આપુ તને હું વધામણાં.
તારી સાથે તો મારે રમવું હોય છે,
આ વાવાઝોડા ની ઘણી બીક છે!
ખુલ્લા આકાશેથી તને વરસતાં જોવું છે,
વીજળીના ચમકારાથી આંખો મીંચાઈ જાય છે.
તારો વરસવાનો આવાજ સાંભળવો ગમે છે મને,
આ વાદળાંઓનો ગડગડાટ ગભરાવી જાય છે મને,
વરસતાં વરસાદમાં મન ભરી ન્હાવું હોય છે મારે
પણ, આ મમ્મીની ચીસાચીસ મને લાગે બહુ ભારે.