Fathers Day પર થી મારો એક પ્રસંગ!!!
એક દિવસ મારે સાંજે ઓફિસ એ થી આવતાં થોડું મોડું થઈ ગયું. પપ્પાનો ફોન આવ્યો કે શાક લઈ આવું? મેં કહ્યું લઈ આવો. ઘરે પહોંચી તો જોયું તો પપ્પા એ શાક ધોઈને સાફ કરીને સુકવવા પણ મૂકી દીધું હતું. તે જોઈને હું ભાવુક થઈ ગઈ કે પપ્પા મને મારાં ઘર કામમાં કેટલી મદદ કરે છે.
સામાન્ય રીતે રસોડામાં સ્ત્રી શોભે છે પરંતુ નહીં! જ્યારે એક સ્ત્રી ની ગેરહાજરી હોય ત્યારે પુરૂષ તે કામ હાથમાં લે તો તે વાત ઘણાં અંશે સારી કહેવાય. આનું શ્રેષ્ઠ ઉદાહરણ કહું તો તે છે મારાં પપ્પા.
સવાર થી લઈને સાંજ સુધીમાં ઘણાં ખરાં કામમાં મને મદદ કરાવે.ભલે તે કામ મારુ હોય તો પણ, હું કેટલી પણ નાં કહું તો પણ તે મારું ઘણું ખરું કામ આસાન કરી આપે.ઓફિસ એ થી આવું ત્યાં તો તેમને થોડું એવું કામ તો કરી જ દીધું હોય. મમ્મી નાં ગયાં પછી તેની જગ્યા લેનાર પપ્પા. ક્યારેય પણ મને મમ્મીની કમી મેહસૂસ થવા દીધી નથી.
મારાં પપ્પા એ મારાં માટે એક પ્રેરણા સ્ત્રોત રહ્યાં છે પહેલેથી જ. સામાન્ય રીતે દરેક નાં માતા-પિતા પોતાનાં પુત્ર કે પુત્રી માટે એક પ્રેરણારૂપ બનેલા જ હોય છે. તેઓ માંથી તેઓ ઘણું બધું શીખે છે. આપણાં સારાં સંસ્કારનો પાયો તો આપણાં મમ્મી-પપ્પા જ છે. તેઓના કાર્યને જોઈને આપણે તેમાંથી ઘણું આપણે આપણાં જીવનમાં ઉતારીએ છીએ.ઘણું બધું જ્ઞાન મેળવીએ છીએ કે જે અભ્યાસ ને લાગતું હોય, ઘરને લાગતું હોય કે સમાજ ને લાગતું હોય. શૂન્ય માંથી સર્જન કરતાં તેઓ શીખડાવે છે આપણને.
Happy Fathers Day Papa!🤗
- નેના સાવલિયા