🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
*મેં કુતૂહલવશ મારા એક જાણીતા કવિ મહોદય શ્રી ને પૂછ્યું કે...*
"તમારે ત્યાં મોસમ નો વરસાદ પડ્યો કે નહીં..?"
*તરત એમણે મને સરસ મજાનો જવાબ આપ્યો કે...*
" લાંબા ને સીધા કાળા ભમ્મર વાળવાળી સુંદર યુવતી સૂર્યોદયના સમયે માથાબોળ નાહીને ભીંજાયેલા કેશની લટો માં હાથ ફેરવીને એના સુંદર નયનની આડે આવેલી રેશમી લટોને હટાવીને એની લાંબી ડોકને હળવેથી ઝટકો આપે ત્યારે..
જેટલું પાણી ઊડે......
એટલો વરસાદ આજે સવારે અમારે ત્યાં પડેલો.."
😁😆🤣🤪😍 🌩🌦
*હું મનમાં બબડયો...*
"આજથી પાણી મૂક્યું... ગમે તે થાય પણ કોઈ દિ' કોઈ કવિને પૂછવું નહીં કે....
તમારે ત્યાં મોસમ નો પહેલો વરસાદ આવી ગ્યો કે નહીં...? "
❤️💛💙🧡💚🤍🖤💜💖🤎💝