શિર્ષક - "સ્પર્શ જનનીનો"
એમ કેમ રે ભૂલવો મારે સ્પર્શ જનનીનો;
એક સહસ્ત્ર ભવ તારે સ્પર્શ જનનીનો;
ખારૂં હોય કે કડવું, કે હોય ગમે તેવું અન્ન,
આહારમાં મિઠાશ લાવે સ્પર્શ જનનીનો;
જવાબદારીથી નિકળી આવે મીઠી ઊંઘ,
જરા થાય જો બિછાને સ્પર્શ જનનીનો;
દુખ દર્દ સઘળાં થાય એક પળમાં જ દૂર,
એકવાર જો થાય લલાટે સ્પર્શ જનનીનો;
કરજ માની મમતાનું ના ચૂકવી શક્યું કોઇ,
વિશાળ હૃદયે મુક્ત કરાવે સ્પર્શ જનનીનો;
તમસ સરીખી ભલેને હોય જિંદગી "વ્યોમ"
જીવનમાંય ઉજાસ ફેલાવે સ્પર્શ જનનીનો;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે-આદિપુર (કચ્છ)