અંતરાલ નો કાગળ..
આજ આ ચહેરો ઉદાસહિન,
નથી સંભળાતો એજ કલરવ,
બંધ આંખો પણ રડે છે,
હે મારી લાડકવાયી,
તારી યાદો બહુજ આવે છે..
😍😍😭😍😍
શબ્દો ની શરૂઆત ત્યાંથી કરી મે કારણ કે યાદોજ એવી હોય છે ભાઈ઼-બહેનની.. હું મારી બહેનની વિદાયના બે મહિના પછી કાઈક શબ્દો કહેવા માંગું છું.દરેકને યાદ આવતી હશે પણ મારા માટે અલગ છે તું મારી સપોર્ટ સિસ્ટમ છો તમે,મારી વ્હાલી લાડકવાયી છો તમે..ખાસ હંમેશા લડાકુ જ રહિશ તારા માટે હું..
શબ્દ ખુંટે છે અહિયા,
વિદાય ટાણે વિરહ ના હોય,
તારા ભાઈ નો પણ,
પછી સાંજે ખુણામાં,
છુપાઇ ને આંસુ વહી જાય,
તારા કંકુ થાંપણ લાગ્યા જ્યારથી,
ત્યારથી ભાઈ પણ અધુરો છે,
મારા આંગણે કલરવ નથી લડવાનો,
બસ હવે સંસ્મરણો છે અહીં,
મારી લાડકવાયી છો એટલેજ,
શબ્દોમાં કહેવાય જાય છે,
બહેન તારા વિના હું અધુરો છું..
Miss you behna😍
:-હાર્દિક સંખાવરા