વિરહની વ્યથા
ગઝલ :- મિલન
સળગતા દેહમાંથી નીકળી જઈએ
ફરીને પંચભૂતોમાં ભળી જઈએ.
કરીબી યારના છે નથી એ દુશ્મનના
નહીં તો આ વચન કડવા ગળી જઈએ.
સૂરજનું તેજ ચંદ્રમાં ચમકતું છે
એ રીતે આપણે બે ઝળહળી જઈએ.
હશે કર્મો ભલાઈથી ભરેલા જો
વિધાતા આપણે થઈને ફળી જઈએ.
મિલન વસમું બન્યું છે એકબીજાનું
હવે દિલમાં પરસ્પરના મળી જઈએ.
કાલિન્દી પરીખ
🙏🏻