Gujarati Quote in Poem by Manjula Gajkandh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આમ તો રોજે મળતી રહે છે નજર,
આજ જુદા ભાવમાં વહે છે નજર.

ધોધ લાગણીનો છે કે ઝરણું હેતનું,
તરબતર મને નખશિખ કરે છે નજર.

રસપાન કરાવતી સૂરાવલી છે આંખો,
ને માદકતાથી આસક્ત કરે છે નજર.

શ્યામની બંસરી બની ડોલાવે તાલમાં,
સૂર બની રાધા મન ઉભરે છે નજર.

છુપાવ્યે ન છૂપશે 'ઊર્મિ' ઊરની,
હોઠ ચૂપ છે,ને સઘળું કહે છે નજર.

'ઊર્મિ'

Gujarati Poem by Manjula Gajkandh : 111809429
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now