લખ્યા હતા સરનામાં મે મારી ડાયરીના પાન પર ,દોસ્તીની યાદો તાજી કરવા.
લખ્યા પત્ર કોરા જેમાં સરનામાં સાચા હતા, પણ દોસ્તની યાદો ભુલાઈ ગઈ હતી
સમજ આવી કે સરનામાં બાળપણનાં ભોળા દિલના લીધા હતા ,યાદ તાજી કરવા.
સમય બદલાઈ ગયો અરે કોની પાસે ટાઈમ છે.દોસ્તીની, બે ચાર વાત કરી લેવાનો.
ભ્રમ તૂટી ગયો કે દોસ્તોની મહેફિલમાં દોસ્તી રૂપિયે તોલાઈ ગઈ,યાદો ભુલાઈ ગયી.
ફકત એક સરનામું એવા સ્થળે મોકલ્યું જ્યાં કાગળ મારો કોરો હતો.
સાચો દોસ્ત મને એ મળ્યો, જેને કોરા કાગળમાં યાદો તાજી કરાઈ હતી.