મેસેજ ને જોઈ ને પણ
એ unseen કરી રહ્યા હતા..
ઈન્ટરનેટ નો પ્રોબ્લેમ
એ જણાવી રહ્યા હતા..
દિમાગ ને બધું જ સમજમાં
આવી રહ્યું હતું..
એ હ્દય ને સમજાવી રહ્યું હતું..
પણ હદય ને વિશ્વાસ
એના પ્રેમ પર ,
પોતાના દિમાગ કરતા પણ વધુ હતું...
હદય... દિમાગ ની વાતો ને
અન સુની કરી રહ્યું હતું...
જ્યારે દિલ ના ટુકડા
થયા હતા હજાર...
ત્યારે પણ દરેક ટુકડા માં
એના પ્રેમ ની જ તસવીર
નિહાળી રહ્યું હતું...
જ્યારે એના પ્રેમ નો અહેસાસ
તેમને થયો હતો..
બહુ મોડું એમણે
કરી દીધું હતું...
હદયે હજી પણ , પોતાના પ્રેમ
પર વિશ્વાસ તો છોડયો નહોતો...
પણ હવે એણે ધબકવાનું
છોડી દીધું હતું...