હું સફર કરતાં-કરતાં કયાં આવી ગયો,
મારી જ જિંદગીનો અંજામ આવી ગયો છે...
હું જીવતો રહ્યો હતો મારાં ખોટા ભ્રમમાં,
મારી જ સફરનો ત્યાં અંત આવી ગયો છે....
થાકી પણ જવાય ને ભટકાઈ જવાય આ સફરમાં,
મારી જ સહનશક્તિએ દગો આપી દીધો છે...
થાય એટલી મદદ કરતો રહ્યો હતો બધાંની હું તો,
આ સફરમાં બધાંએ મારો સાથ છોડી દીધો છે....
આ સફરમાં બધાંને કોઈને કોઈનો સાથ જોઈએ છે,
આ જિંદગીની સફરમાં તો હું છેતરાય ગયો છે...
જન્મથી શરૂ થયેલી સફરનો અંત કયારે થશે એ ખબર નથી,
ખોટા દેખાડાના મતલબી દુનિયામાં હું ખોવાઈ ગયો છે..
-Bhargav Jagad