નથી બની શકે એ ક્યારેય સુહાગણ,
દંભી સમાજની નજરે છે એ નાગણ.
નોચતા રહ્યા રોજ દેહ તેનો પુરુષો,
શેંથી ન ભરી શકી કેવી એ અભાગણ.
નિત નવા બિહામણા ચહેરાઓ આવે,
ને રાત નર્ક લાગે, તમને લાગે જાગરણ.
જાતે મારી નાખ્યો છે તેને આત્મા ખુદનો,
મનોજ લૂંટાવ્યું છે શિયળ, નથી તે માગણ.
મનોજ સંતોકી માનસ