Gujarati Quote in Blog by નીલકંઠ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બ્લેક નાઈટ(Black Knight) સેટેલાઇટ, જે આપણી પૃથ્વીની ધ્રુવીય ભ્રમણકક્ષા(polar orbit)માં છે. કેટલાક યુએફઓલોજીસ્ટ અને વૈજ્ઞાનિકો કે જેઓ એલિયન્સમાં રૂચિ ધરાવે છે તેઓના મતાનુસાર આ રહસ્યમય સેટેલાઈટ ૧૩,૦૦૦ વર્ષથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં છે!

બ્લેક નાઈટ સેટેલાઇટને સૌપ્રથમ વખત "નિકોલા ટેસ્લા" ધ્વારા ડિટેકટ કરવામાં આવ્યુ હતું! જ્યારે નિકોલા ટેસ્લા વીજળીને વાયરલેસ રીતે કનેક્ટ કરવા માટેના ફેરફાર ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે એક એકસપરિમેન્ટ દરમિયાન તેઓએ એક રહસ્યમય સિગ્નલને ડિટેકટ કર્યું અને આ રહસ્યમય સિગ્નલ વારંવાર રિપીટ થઈ રહ્યું હતું. આવું જ સમાન સિગ્નલ 1928 માં સિવિલ એન્જિનિયર "જોર્ગન હલ્સ" દ્વારા ડિટેકટ કરવામાં આવ્યું હતું, જ્યારે તેઓ નોર્વેમાં રેડિયો રીસીવર ઉપર શોર્ટવેવ ટ્રાન્સમિશન સાંભળી રહ્યા હતાં ત્યારે તેઓએ નોંધ્યું કે એક રહસ્યમય સિગ્નલ વારંવાર રિપીટ થઈ રહ્યું છે!

૧૯૫૭માં સોવિયેત રશિયા દ્વારા સૌપ્રથમ સેટેલાઈટ "સ્પુતનિક ૧" લોન્ચ કરવામાં આવ્યું હતું! આ પહેલાં કોઈ પણ દેશ પાસે એવી કોઈ પણ પ્રકારની ટેકનોલોજી નહોતી અને કોઈ પણ દેશ ધ્વારા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું નહોતું! આ બ્લેક નાઈટ સેટેલાઇટને ત્યારબાદ ફરીથી ૧૯૬૦, ૧૯૬૩ અને ૧૯૭૩માં ફરીથી ડિટેકટ કરવામાં આવ્યું!

૧૯૯૮માં નાસા દ્વારા એક ફોટો જાહેર કરવામાં આવ્યો ત્યારે આ બ્લેક નાઈટ સેટેલાઇટનો પૃથ્વીની કક્ષામાં હોવાનો પાકકો સબૂત દુનિયાની સામે આવ્યો!

પરંતુ હજું પણ આ બ્લેક નાઈટ સેટેલાઇટ એક રહસ્ય બનીને રહ્યું છે! ઘણાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ માત્ર અફવા છે અને આ વાતમાં કોઈ તથ્ય નથી! પરંતુ યુએફઓ અને એલિયન્સમાં રૂચિ ધરાવતા ઘણાં લોકો અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સેટેલાઇટ પૃથ્વી ઉપર હજારો વર્ષ પહેલાં વસવાટ કરતી કોઈ એડવાન્સ સભ્યતા ધ્વારા અથવા અન્ય કોઈ પરગ્રહી સભ્યતા ધ્વારા પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે!

-નીલકંઠ

Gujarati Blog by નીલકંઠ : 111805723
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now