હૈ સર્જનહાર તે સર્જન કરતાં-કરતાં તે ઘણું બધું અપરંપાર સર્જ્યું છે,
તો પછી અમુક માણસોના દિલ કેમ પત્થર સમાન સર્જ્યા છે....
હૈ સર્જનહાર તે તો બધાને જરૂરિયાત મુજબનું આપી દીધું છે,
તો પછી અમુક લોકો શા માટે બીજાનું છીનવી લેતાં હશે...
હૈ સર્જનહાર તે તો સર્જન કરતાં કંઈ પણ ભેદભાવ રાખ્યો નથી,
તો પછી આજનો માનવી જાત પાતનો શા માટે ભેદભાવ કરે છે....
હૈ સર્જનહાર તે તો આખી સૃષ્ટિનું અપેક્ષા વગર સુંદર સર્જન કર્યું છે,
તો પછી આ મૂરખ માનવી કંઈ કામમાં કેમ વધારે અપેક્ષા રાખે છે....
હૈ સર્જનહાર તે તો હાથીને મણ ને કીડીના કણ માટે વ્યવસ્થા કરી છે,
તો પછી અમુક લોકો પૈસા માટે અનિતિ ને ખરાબ કામ કેમ કરે છે...
હૈ સર્જનહાર તે તો સર્જન કર્યું હતું એ તો બધું જ સુંદર ને અદ્ભુત છે,
આ તો માણસની લાલચવૃતિ વધી એટલે આ વિનાશ થાય છે...
-Bhargav Jagad