Gujarati Quote in Blog by Bindu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનામિકા આરવ ના ગયા પછી ઘણીવાર તૂટી જતી કોઈ સાથે વાત કરવા ની ન હોવાથી અંદર ને અંદર ગુગણાતી પણ કશું જ કોઈને બતાવતી નહીં ઘણી વખત એટલી બધી ચિંતિત અને વ્યગ્ર બની જતી કે ક્યારેક ક્યારેક તો શું કરવા જઈ રહી છે એ પણ ભૂલી જતી એક દિવસ આદિલની સ્કૂલ રસ્તે વળીને જુએ છે કે ચાર પાસ સીધી લાઇનમાં કેબીનો છે તેમાંથી એક કેબિનમાં લેમ્પ ની જગ્યાએ મીણબત્તી પર મોટી ઉંમરના દાદા કપડાં સીવી રહયા છે અને અનામિકા એ જોઈને દુઃખી થાય છે. તે દિવસે તે વિચારે છે કે કદાચ લાઇટ ન હોવાથી તે દાદા મીણબત્તી પર કપડાં સીવી રહયા છે હોય શકે કદાચ પછી રોજ સાંજના સમયે જુએ છે સાંજ પડતા જ તે કેબિનમાં તે દાદા કપડાં સીવવા માટે તેનો જ ઉપયોગ કરતા એટલે કે મીણબત્તી જ્યારે બાજુની બાકીની બધી જ કેબીનો લાઇટનો ઉપયોગ કરતી એક દિવસ એ બાજુ જઈ રહેલી અનામિકા વિચારે છે કે આજે કોઈને પૂછી લે અને એ જઈને દાદા ને જ પૂછે છે કે તમારે અહીંયા લાઈટ નથી ત્યારે કહે છે કે નહીં મારી પાસે એટલા પૈસા નથી ત્યારે અનામિકા નક્કી કરે છે કે આ માસ ના આ મહિનાના ખર્ચ મા થોડું કાપ મૂકીને પણ ગમે તેમ કરીને ચાર્જિંગ બેટરી એ દાદા માટે લઈ આવશે. અને મહિનાના અંતના દિવસે જ તે એક ચાર્જિંગ બેટરી લઈ જાય છે... બિંદુ.
( હકીકતમાં તો ઘણી વખત આપણને જ કોઈ આવા ચાર્જર ની જરૂર પડે છે કે જ્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ વ્યગ્ર બની જઈએ છીએ કે હતાશ પડી જઈએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય ચાર્જર મળી જવાથી પણ આપણે જીવન જીવવા માટેની એક ઉત્તમ તકને પ્રાપ્ત કરીએ છીએ અને હતાશામાંથી આપણે હકારાત્મકતા માં પ્રવેશીએ છીએ. હંમેશા બીજાના દુઃખને જોઈને રહેવાથી જીવનમાં આપણને પડતી મુશ્કેલીઓ થી આપણે આગળ વધીએ છીએ... જય દ્વારકાધીશ 🙏🏻
09:03 PM
30/04/22

Gujarati Blog by Bindu : 111803195
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now