માટીનાં રમકડાં
આખરે...
તૂટી જવાના.
અલ્પ જીવનમાં
પણ આનંદ
આપવાના....
અન્યની ખુશી
કાજે ફના થવાના ,
શીખું એ જ...
માટીનો દેહ
આખરે માટીમાં
ભળી જવાનો.....
તો ચાલ ને ...
કોઈ હોઠને
મધુર સ્મિત
આપું,
કોઈ દિલમાં
ખુશીનો દરિયો
છલકાવું...
પછી ભલે
અલવિદા કરી
આ દેહ રમકડું
ફરી માટી
બની જાય....
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'