આ જિંદગી માં આપણે આપણા માટે આવ્યા છીએ અને એ વાત સૌથી પહેલા આપણે સમજવી જોઈએ અને હરેક ક્ષણ ને પોતાના માટે જીવવી જોઈએ અને સંતોષ પામવો જોઈએ પોતાની અમૂલ્ય જિંદગી ની અણમોલ ક્ષણો બીજા બીજા ઓ ની પાછળ વ્યર્થ કરવાથી કઇ જ નથી મળતું સિવાય અફસોસ......અને આ અફસોસ ના ઢગલા માથે લઈ છેલ્લે એ ભાર પણ આપણે જ સહન કરવો પડતો હોય છે તેથી જ જિંદગી એવી જીવવી જોઈએ કે કોઈ પણ વાત ને હાવી થયા વિના હળવું ફૂલ થઈ સુગંધિત જિંદગી જીવવી એ જ સાચા અર્થ માં જિંદગી નો મર્મ હોવો જોઈએ. સમાજ ને અને દુનિયા ને સારું લગાડવાના ચક્કર માં ક્યાંક ખુદ સાવ અર્થવિહોણા ના બની જઈએ એનું ધ્યાન રાખવું જોઈએ.
-Dr.hina modha