Gujarati Quote in Blog by કાજલ પટેલ

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફર જૂની સ્કૂલની..

સફર બાળમંદિરથી કોલેજ સુધી,
સફર સ્લેટથી નોટબૂક સુધી,
સફર ચોકથી માર્કર સુધી,
સફર પેન્સિલ થી પેન સુધી,
સફર લખાણથી ટાઈપિંગ સુધી,
સફર દેશીહિસાબથી ગૂગલ સુધી,
સફર ગરબાથી ડાંસ સુધી,
સફર રિસેસથી બ્રેક સુધી,
સફર શિસ્ત ભૂલી બેફામ ગાળો શીખ્યા સુધી,
સફર ટીચરના એક ઠપકાથી સામે બેફામ બોલ સુધી,
સફર હું આ કામ કરી નાખું? થી આ હું નહીં કરું સુધી,
સફર ઘંટનાં ટંગ.. ટંગ.. ટંગ..થી સ્પીકરનાં ટ્રીં...... સુધી,
સફર બહારની દુકાન-લારીથી કેન્ટિન સુધી,
સફર સ્કૂલનાં ડબ્બાથી ટીફીન/લંચ સુધી,
સફર માટીના રમકડાંથી જર્નલ સુધી,
સફર દફતરથી બેગ સુધી,
સફર ખુલ્લાં પગથી બ્રાન્ડેડ પગરખાં સુધી,
સફર બે જોડી યુનિફોર્મથી બ્રાન્ડેડ કપડાં સુધી,
સફર 1 રૂપિયાથી 100 ની નોટ સુધી,
સફર નીચે પલાઠી વાળીને બેસવાથી ઉપર બેંચ સુધી,
સફર એક બેનથી મૅડમ સુધી,
સફર પોતાનાં હાથલખાણની રજાચીઠ્ઠીથી બંક મારવા સુધી,
સફર નિશાળે સમયસર પહોંચવાથી કોલેજ લેટ પહોંચવા સુધી,
સફર ક્લાસમાં માત્ર એક ટીચરથી અનેક મૅડમ સુધી,
સફર સરકારી સ્કૂલથી પ્રાઇવેટ કોલેજ સુધી,
સફર લાકડીની સોટીથી ક્લાસરૂમના બહાર જવા સુધી,
સફર ક્લાસમાં નીચે લગાવેલ માબૅલ પથ્થરથી બ્રાન્ડેડ ટાઈલ્સ સુધી,
સફર નળિયાવાળી નિશાળથી માળવાળી ઊંચી ઈમારત સુધી,
સફર ચોમાસામાં નળિયામાંથી ગળતું પાણી જોઈ ત્યાં ડોલ મૂકી દેતાં,અત્યારે બારીમાંથી વરસાદનાં પાણીની છાંટ આવે,


ખૂબ યાદ આવે મારી જૂની સ્કૂલ જ્યારે ધાબાવાળી પલટાયેલી સ્કૂલ જોવ. નળિયા વાળી મારી સ્કૂલ માત્ર યાદ રહી ગઈ.. પહેલાં ધોરણમાં ભણતી એ ટીચરને હજી જોવ તો બધું યાદ આવી જાય.. 😍😍😍.. મિસ યુ
બાળમંદિરથી ભાગી આવતી હું. પછી પાછળ ગીત ગવડાવતાં એ બેન દોડતા તો પણ ઊભી રહેવાનું તો નહીં જ. ઘર સુધી ભાગ્યા જ કરતી હું.
સ્કૂલમાં પહેલાંમાં મૂકી તો ત્યાંથી પણ ભાગી આવતી હું.
જેમ તેમ બેસતી થઈ એટલે અમારા નલિનીટીચર નહીં આવે તો બાજુના ક્લાસનાં જશોદા ટીચર આવે એનાથી બીક લાગતી એટલે જેવા એ આવે કે તરત ભાગી આવતી હું. 🤣🤣🤣..
મમ્મી હજી કહે છે કે તું આમ ભાગી બો આવતી એટલે તને મેં એકવાર આપણા લીમડા સાથે બાંધી દીધેલી. 😂😂😂

હજી ભાગમભાગ ચાલુ જ છે.. પણ કોઈ વાર શાંતિથી કેવા હને..

Gujarati Blog by કાજલ પટેલ : 111801340
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now