લખી છે કાગળ પર મેં લાગણીઓ,
વાંચી શકો તો , શબ્દો ક્યાં મૌન છે.
ખળખળ વહેતું ઝરણું ગાતું હર્ષગીત,
સાંભળી શકો તો,પહાડ ક્યાં મૌન છે.
રિસાઈને એ બેઠી છે દૂર ચૂપચાપ,
કહો એને,તારા નયન ક્યાં મૌન છે.
ઢબૂરાયેલી આકાંક્ષાને રંગોથી સહેલાવી,
જાણી શકો , ચિત્રકારનું ચિત્ર ક્યાં મૌન છે.
પાણીની આવન-જાવન નથી ભરતી ઓટ,
મેહસૂસ કરો ,સાગરની પ્રીત ક્યાં મૌન છે.
બધું જ કહી દેવું કે લખી દેવું છે જરૂરી !?,
સમજો તો, શ્વાસોની વાતો ક્યાં મૌન છે.
-- સરગમ
-Priyanka Chauhan