આંખોમા તારા નશો છે પ્રેમનો,
શું હું એમાં આવી જાઉં?
તોય આવે આંખમાં આંસુ તારી,
હું અમૃત સમજી પી જાઉં?
શરારતી લાગ્યા છે ગાલ તારા,
શું હું હાથ લગાડી જાઉં?
ગુલાબી હોઠ ગમી ગયા છે મને,
શું આવી હું ચુમી જાઉં?
તોય ક્યારેક મૂર્જાય હોઠ તારા,
હું સ્મીત બની વસી જાઉં?
વહાલ કરવું ગમે છે મને વહાલી,
તારો વ્હાલમ બની જાઉં?
ધબકાર મારો તું જાણે મારા પ્રેમ,
હૃદયમાં તારા ઓગળી જાઉં?
તોય ધબકાર રોકાઈ જાય તારો,
હું દુનિયા સાથે છોડી જાઉં?
-ધબકાર