રણબીર કપૂર ની સાળીઓને જૂતા સંતાડવા માટે રૂ. એક લાખ મળશે _ સમાચાર
વાંચી બટક બોલી સાળી જીજાને સમાચાર વંચાવ્યા અને ભાવિ જીજા ને પૂછ્યું: ' તમે શું આપશો જીજુ?'
ભાવિ જીજાજી નાટકીય અંદાજ માં, ઉપર તરફ પહેલી આંગળી ધરી ને:
' શું આપવું અને શું લેવું એ તો નસીબ ની વાત છે!! આ જગત માં શું લઈને આવ્યા અને શું લઈને જવાના છે? દુનિયા છોડી ને જઈશું ત્યારે દરેક મનુષ્ય ને 6 ફૂટ જમીન ની જ જરૂર પડે છે, આ જગત માં સર્વે પ્રાણીઓએ એમનું નિર્ધારિત કાર્ય કરવું જ પડતું હોય છે, દરેક પ્રાણી એક કઠપૂતળી છે જેની દોર ઉપર વાળા ના હાથ માં છે, કણ કણમાં ભગવાન નો વાસ હોય છે, પૈસો શું છે? પૈસો હાથ નો મેલ છે...........................!!!!!!!!!!
સાળી: ' સમજી ગઈ જીજુ, મતલબ કે તમે અમને કઈ નઈ આપો ,એમ જ ને?!!!!!!!!
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)