હાર
માનવી ક્યારેક અસફળતાથી હારી જઈને આત્મહત્યા કરવા તૈયાર થઈ જાય છે.પણ શું એ યોગ્ય છે?
ના..ક્યારેય..નહિ..
જીવન એક સાગર સમાન છે.જેમાં ભરતી,ઓટ આવે અને દરિયો તોફાને ચઢી જાય પણ છેવટે સમય જતાં એ સાગર શાંત બને છે.
જીવનનું એવું છે સુખ,દુઃખ,સફળતા, નિરાશા છુપાયેલી છે.એમાં આપણે હારીને થાકી જવાનું નથી.પણ અસફળતા આપણને એક નવો અનુભવ આપે છે,ફરી પ્રયાસ કરવાની પ્રેરણા આપે છે .
આપણામાં ઘણી બધી શક્તિ સમાયેલી છે એ શક્તિનો સદુપયોગ કરવો જોઈએ અને હારની બાજીને ફરીથી જીતવી જોઈએ, જીવનમાં મળેલી હાર એક નવી દિશા તરફ લઈ જાય છે. અને જીવન એક સફળ બની જાય છે.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
-Bhanuben Prajapati