🧡 ગઝલ - ગમે છે
આ વાતો, આ શમણા, વિચારો ગમે છે
શું મારા વગર પણ, તને તું ગમે છે ?
સતાવી મને એ જતાવે છે પુરો
એ તારો જતાવેલ હક પણ ગમે છે
એ ચાહે મને છે ગઝલની લગોલગ
એ અડધી લખેલી ગઝલ પણ ગમે છે
જ્યારે તું આવે અમસ્તી જ સામે
અમસ્તી મળેલી બે પળ પણ ગમે છે
આ મનમાં હંમેશા શ્રીરાધા રહે છે
'કિશન'ને આ ગોપી છતાં પણ ગમે છે !