ગંગાસતી મટી ગંગુબાઈ થાવું છે,
લઈ હાથમાં સિગારેટ ફેમસ થાવું છે!
જીજાબાઈ મટી જેકલીન થાવું છે,
તોય શિવાજી જેવા પુત્રની માઁ થાવું છે!
હવે ભજન મીરાં ના મૂકી,
મારે મુઝરે મુમતાજ થાવું છે.
ભગતસિંહ મટી ગલીના 'ભાઈ' થાવું છે.
ને પોલીસ ફરિયાદમાં પ્રથમ નામ લાવું છે.
સરદાર મટી સુલતાન થાવું છે.
તોય સમાજ સામે સાહુકાર થાવું છે.
હાટડીએ મોંઘી હરાજી થાય તો હવે,
સિદ્ધાંતોને પણ વેચાઈ જાવું છે.
યુવાપેઢી ના આદર્શ બદલાયા છે આજે,
ને ભારત! તારે ફરી મહાન થાવું છે..??
-નિશાચર