કોઈ મૂરખ બનાવી જાય, આપણી લાગણી છળી જાય, તો ક્યારેય અફસોસ કરવો નહિ.. આપણા મૌનને મૂર્ખતા સમજે, જાણી જોઈને આપણી ભાવનાને ઠેસ પહોંચાડી, પોતાના અહમને સંતોષે એવા લોકોને ખુશ થવાનો મોકો આપવો જોઈએ નહિ.. કારણકે આપણે તેમની ચાલાકી સારી રીતે જાણીએ છીએ, પણ સંબંધના કારણે ચૂપ રહીએ છીએ.. અને તેઓ આ વાતનો જ ફાયદો ઉઠાવે છે.. મારું માનવું છે કે આવા લોકોથી આપણે ક્યારેય ફરક પડવો જોઈએ નહિ.. બસ એ લોકોને એમના હાલ પર છોડી દેવા જોઈએ..
સંબંધોમાં એકવાર મૂરખ બની શકાય, પણ વારંવાર નહિ..એકવાર પોતાના માટે અવાજ ઉઠાવો જરૂરી છે.. પોતાનું સ્વમાન જાળવવું ખૂબ જરૂરી છે.. સ્વમાનથી વધારે કંઈ નથી..
-Darshana Hitesh jariwala
Radhe Radhe 🙏