અરણ્યમાં સૂર્ય ઉદય થયો હશે,
પંખી સુમધુર કલરવ કરતાં હશે,
વહેતા ઝરણાં કલકલ કહેતા હશે,
વનરાજીમાં વૂક્ષો ગીત ગાતાં હશે,
બાગના કોમલ પુષ્પો હસતાં હશે,
પતંગીયાઓ એ રંગ જમાવ્યો હશે
ગગનમાં પંખી સૂર્ય જોડે રમતા હશે,
સિમેન્ટ જંગલ તો ખાલી શોર હશે,
પ્રકૃતિ દુર થઈ પથ્થર થઈ ગયા હશે.
કહે નર શહેર તો નિદ્રામા સુતાં હશે.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા