બધાને સવારે ઊઠીને નિશાળે જવાનું હતું,
ને મારે તો ઊઠીને આકાશે ઉડવાનું હતું. ;પણ,
એ રીતે આજ મને ભારણ દફતરનુ વર્તાતું હતું,
કે મારા થાકેલા ડગે ભણતર પણ ઢસડાતું હતું.
અંગ્રેજીના મૂળાક્ષરોથી પાટિયું આખુય ભરાયું હતું,
આવડ્યો નઈ હજુએ કક્કો શિક્ષણ એમ અપાયું હતું.
કામ લાગશે જીવનભર આ પોપટિયું શિક્ષણ મને,
તદ્દન સાચી નહતી ધારણા, એ હવે સમજાયું હતું.
ભણાવી દીધું જે એંગ્રેજોએ વિનાશર્થે ઠસાવ્યું હતું,
ને પછી સંસ્કૃતિ સિંચન ચોપડીએથી હોમાયું હતું.
કુશળ કારકુન કે ચપરાસી આ શિક્ષાથી બનાતું હતું,
સંત,સાધના ને તત્વજ્ઞાન,શોર્ય,ધર્મ,માનવતા કે સંસ્કારો
એ બધું તો ક્યાં વળી અભ્યાસક્રમમાં જ દર્શાવ્યું હતું?
-નિશાચર