શોષી જાય આભ ભલે દરિયાના નીરને,
પણ મળવાનું હોય ત્યાં કોણ વળી રોકે.
આવે છે વસુંધરાને વરસાદ બની મળવાને,
વગર કોઈ આમંત્રણ કે વગર કોઈ ટહુકે..
શરતો વિનાનુ મિલન માટીને મેઘનું નહિતર,
ક્યાંથી ખીલે ધરતી ને, મોરલો વળી ટહુકે? .
ને સેજે અભિમાની હોત જો પાણીની બુંદો,
તો આભ છોડી નીચે જમીને કોણ ઉતરે?.
એમ તું પણ આવને મળવાને કોક દિ,
તારા અહંમને આગ દઈ, વગર કોઈ શરતે..
-નિશાચર