મહાદેવ મારો એક મોકો તો સહુ ને આપે છે,
કર્મો નો હિસાબ એ ચોખો સહુ ને આપે છે !
કેમ ભરોસો કરે માનવી માનવ નો મલક મા,
વાતે વાતે માણસ ધોખો સહુ ને આપે છે !
વાતો તો એ મોટી મોટી કાયમ કર્યા કરે છે,
પણ કામ ચીંધો તો તરત એ ખો સહુને આપે છે !
જાણતલ જાગેલા થાકેલા ને હારેલા છે,
કારોન કે માણસજાત ધોકો સહુ ને આપે છે !
સંસારી-સંન્યાસી સહુ ના લક્ષણ સરખા છે,
ઇશ્વર પણ આ ખેલ અનોખો સહુ ને આપે છે !
- -_--_
-Deepak Vyas