તું માંગીશ બધુંએ તારું ધબકાર,
પણ વિરહને બાકાત રાખજે ને!
આલિંગનમાં ભરું ત્યારે તું મને,
અઢળક પ્રેમ તારો આપજે ને!
ખબર મને હું નથી તારા સરીખો,
તોય નાનું અમથું કંઈ માંગજે ને!
તું ઈચ્છીશ અઢળક સાથ જો,
થાય ભૂલ માફી મને આપજે ને!
અકલ્પનીય સમય છે જીવનનો,
મૌત મારું તારા સંગ માંગજે ને!
હું તું ને આપણી અનોખી દુનિયા,
શ્વાસ છોડું ત્યારે તારો રાખજે ને!
-ધબકાર