Gujarati Quote in Blog by MaNoJ sAnToKi MaNaS

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપના દેશો પુરી રીતે ભાંગી ચુક્યા હતા. ત્યારે એ દેશોએ નક્કી કર્યું કે હવે આપસમાં યુદ્ધ નહિ કરીએ. હાલ, જે યુદ્ધ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહ્યું છે. તેમાં મુખ્ય ખલનાયક અમેરિકા અને તેના NATO સંગઠનના દેશો છે. અખંડ રશિયાને તોડવાનું કામ અમેરિકા અને તેના સાથી દેશોએ કર્યું છે.

એક તરફ યુક્રેનના વર્તમાન મુખ્યા ઝેલેન્સકી એક કોમેડિયન હતા અને રાષ્ટ્રપતિ બની ગયા, બીજી તરફ અમેરિકાનો બાયડનબાપો જે 79 વર્ષ જીવી ચુક્યો છે. અને સામે છે લગભગ 20 વર્ષ સુધી રશિયાની જાસૂસી સંસ્થામાં કામ કરેલ, ઓછામાં ઓછા 30 વર્ષનો રાજનીતિનો અનુભવ ધરાવતા પુતીન.

હવે બન્યું છે એવું કે યુક્રેનના વડા પાસે નથી રાજનીતિ ની સમજ કે નથી તેને રણનીતિની સમજ, અમેરિકામાં બેઠેલા ડોસાએ NATO નું ગાજર બતાવી યુક્રેનના આંગણે રશિયાના સૈન્યને નિમંત્રણ આપી દીધું. કિવ ની ડેલીએ રસિયાના સૈનિકો મિસાઈલ અને ગોળીઓથી ટકોરા મારી રહ્યા છે. ત્યારે યુરોપના દેશોમાં બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે.

રશિયા જેવા સામ્યવાદી અને તાકતવર દેશ સામે યુક્રેનના વડા જે ભૂતપૂર્વ કોમેડિયન છે, તે અમેરિકા જેવા સ્વાર્થી અને તકવાદી દેશનો હાથો બની ગયા છે. આ એ જ અમેરિકા છે જેનો ઇતિહાસ અગિયાર કરોડ મૂળ અમેરિકન રેડ ઇન્ડિયનના લાશો પર ઉભો છે. યુક્રેનના નાગરિકો અને ત્યાંના જવાનોએ અમેરિકાના વ્યવહાર વર્તન અને વર્તણુક ને સમજવું પડશે.

જે અમેરિકા પોતાના દેશના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર પૈસા આપી હુમલો કરવી શકતું હોઈ, જે અમેરિકા ઈરાન અને ઇરાકને લડવી શકતું હોઈ, જે અમેરિકા લાદેન જેવા ને મોટો કરી શકતું હોઈ, જે અમેરિકા અફઘાનિસ્તાનના ભૂંડા હાલ કરી શકતું હોઈ, જે અમેરિકા જાપાન પર પરમાણુ બૉમ્બ ફેંકી શકતું હોઈ, જે અમેરિકા વિયેતનામમાં કેમિકલ વેપન્સ નો પ્રયોગ કરી શકતું હોઈ એ પોતાના સ્વાર્થ માટે યુક્રેન અને રશિયાનું યુદ્ધ કરવી શકે છે.

આજે યુરોપન દેશો રશિયાને માનવતાની દુહાઈ આપે છે, આ એ લોકો જ છે જેમને દુનિયા આખીમાં લૂંટફાટ મચાવી પોતાના ઘરોને સજાવ્યા છે. દુનિયાના નાનામાં નાના માણસ ને લૂંટયો છે આ લૂંટારાઓએ. અને આજે જે અમેરિકામાં રહે છે રાજ કરે છે એ મૂળ અમેરિકન છે જ નહીં. કોમ્બ્સે અમેરિકામાં લૂંટફાટ કરી પછી સ્પેનિસ, પૃથગાલવાળા, ફ્રાન્સિસ, ડચ અને અંગ્રેજો અમેરિકામાં આવ્યા , યુરોપની ગણિકાઓ અને ત્યાંના ખુંખાર કેદીઓને અમેરિકામાં મોકલી કોલોની વસાવી અને મૂળ અમેરિકનોને મોતને ઘાટ ઉતાર્યા. હવે આ લોકો માનવતા ની વાત કરે છે.

આ યુદ્ધમાંથી ભારતના નેતાઓ અને પ્રજાને એ શીખવાનું છે કે ક્યારેય અમેરિકા કે યુરોપના દેશોનો ભરોસો ન કરવો, એ પોતાના સ્વાર્થ માટે તમારા પગને પણ ચાટી શકે છે અને પાછળથી મસ્તક પણ કાપી શકે છે. ભોપાલમાં 1984ના અંતમાં જે ગેસ કાંડ થયો એ કંપની અમેરિકન જ હતી અને એ ગેસ કાંડ નહિ જૈવિક વેપન્સ નો પ્રયોગ હતો એવું ઘણી જગ્યા પર વાંચવામાં આવે છે.

ખાસ વાત કે જ્યારે ભારત નહેરુની અધ્યક્ષતામાં જ્યારે ભારત ચીન સામે હાર્યું, અને 3 વર્ષ માં જ પાકિસ્તાનને યુદ્ધ ચાલુ કર્યું ત્યારે ભારત પાસે નહોતા વધુ હથિયાર કે નહોતા વધુ પૈસા ત્યારે પાકિસ્તાનને પેટન્ટ ટેક અમેરિકા એ જ આપી હતી. એટલે અમેરિકા આપણું હિતેકક્ષુ છે એવું ક્યારેય માનવું નહિ...


મનોજ સંતોકી માનસ

Gujarati Blog by MaNoJ sAnToKi MaNaS : 111791078
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now