કદાચ એ અવતર્યો જ ન હોત,
જો
દેવકી ન હોત એના *નસીબમાં.*

કદાચ એ સમજાયો જ ન હોત,
જો
રાધા ન હોત એના *નસીબમાં.*

કદાચ એ ભજાયો જ ન હોત,
જો
મીરાં ન હોત એના *નસીબમાં.*

કદાચ એ પૂજાયો જ ન હોત,
જો
રુક્ષ્મણી ન હોત એના *નસીબમાં.*

Gujarati Religious by RajniKant H.Joshi : 111790746

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now