#ફોટોઓફધડે
પ્રાચીન ઇજિપ્તમાં ઇજિપ્શિયન્સ લેખન માટે સિમ્બોલ્સ વાપરતા હતાં જે હાલમાં પણ ઇજિપ્તના વિવિધ દેવતાઓના મંદિરોની દિવાલો ઉપર તથા ફેરોહ(રાજા)ના ટોમ્બ તથા આ ટોમ્બ જે ચેમ્બરમાં રાખવામાં આવેલ છે તેની દિવાલો ઉપર પણ જોવા મળે છે. આ પ્રકારના સિમ્બોલ્સને 'હાયરોગ્લિફ્સ' તરીકે ઓળખવામાં આવે છે. આ હાયરોગ્લિફ્સનો ઉપયોગ કરીને લખવામાં આવતી લિપિને 'હાયરોગ્લિફિક'(Hieroglyphic) કહે છે!
ગ્રીકમાં હાયરોગ્લિફિકને 'પવિત્ર કોતરણી' તરીકે ઓળખવામાં છે અને ઇજિપ્તમાં તેને 'દેવતાઓના શબ્દો' તરીકે ઓળખવામાં આવે છે!
આ હાયરોગ્લિફિક્સને ડિકોડ કરવામાં આવે તો ઘણાં રહસ્યોનો ઉકેલ આવી જાય! આ હાયરોગ્લિફિક્સને ડિકોડ કરવું અશક્ય નથી પરંતુ ઘણું અઘરું છે!
(નીચેના ફોટોમાં લક્સર, ઇજિપ્તમાં આવેલ રામસેસ ૩ના મંદિરની દિવાલ ઉપર હાયરોગ્લિફિક્સ જોવા મળે છે!)
-નીલકંઠ