🌷🙏🌹મહિલા દિવસ🌹🙏🌷
🌹💐 દીકરી તરીકે જન્મ લઈ બહેન,મિત્ર,નણંદ, પત્ની, દેરાણી, જેઠાણી, માં, ફોઈ, કાકી, માસી, મામી અને સાસુ તરીકેની વિવિધ ભૂમિકા ભજવતી આપ સહુ મહિલાઓને મહિલા દિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ💐🌹
આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશ્વની સહુ મહિલાઓને સન્માન સાથે સ્નેહ સભર વંદન.
માનવજાતને ટકાવી રાખવા, સંવર્ધિત કરવા અને વિકસાવવાનો યશ વિશ્વની તમામ માતાઓને જ આપી શકાય.
સંપૂર્ણ નિઃસ્વાર્થ ભાવ સાથે પોતાના બાળકને સર્વસ્વ ન્યોછાવર કરી દેનાર ત્યાગની મૂર્તિ એટલે માં,ભાઈને હેતથી હાલરડાં ગાઈ જુલાવતી બહેની, પોતાના માં બાપને મૂકી આજીવન પારકા ઘરને પોતાનું કરવા આવતી ભાભીનો એકમાત્ર સહારો નણંદ, નવી વહુને સ્વીકારી ઘરના સંસ્કારથી પરિચિત કરાવી કુટુંબમાં ઢાળનાર જેઠાણી,સગા ભાઈ બહેન જેવો પ્રેમ અને સ્નેહ આપતી ભાભી અને દેરાણી, પતિના જીવનને પ્રકાશિત કરવા સદાય સાથ આપતી પત્ની,મિત્રનું મન હળવું કરવા ખૂબ શાંતિથી સાંભળી શહારો આપતી મિત્ર, કુટુંબનું ભાવિ ઉજવળ કરનારી વહુ અને દીકરાનું દાંપત્યજીવન સુખમય બને તેવી આશા અને અરમાનો રાખતી સાસુ.આવી અનેક વિવિધ ભૂમિકા નિભાવતા આપ સહુને અભિનંદન.
જેમ તાજા અંકુરને બગીચાનો માળી ખૂબ પ્રેમથી સિંચન કરી સાચવે તેમ નવા જન્મેલા બાળકને માતા સ્નેહથી સાચવે, શાળામાં દાખલ થતાં બાળકને શિક્ષિકા વાત્સલ્ય,લાગણી અને હેતથી સાચવે. આમ મહિલા પોતાના અધિકારના સુખનો ઉપયોગ કરતી નથી માટે સહુનું માન સન્માન પ્રાપ્ત કરવાની અધિકારી બની છે.
આપનો સહૃદયપુર્ણ વ્યવહાર, સ્મિત સભર ચહેરો,અમિ ભરી દૃષ્ટિ,માધુર્ય સભર શબ્દોચ્ચાર જ આપને આદરપાત્ર બનાવે છે.
દીવો નાનો હોય તોયે પ્રણામનો અધિકારી બને છે,આગ ગમે તેટલી મોટી હોય તોયે ધૃણા પાત્ર બને છે ઉપેક્ષાપૂર્ણ સદ્વ્યવહાર તિરસ્કારનું કારણ બને છે પણ સ્ત્રીઓનો પ્રેમ અને સ્નેહ સભર સદવ્યવહાર હંમેશા વંદનીય જ બને છે.સુખ અને હિત વચ્ચેની પસંદગીની કળાનો વિવેક પ્રભુએ આપ્યો છે જે આપને આદરપાત્ર બનાવે છે.
આવા ગુણો મારામાં પણ સતત વિકસે તે માટે પ્રભુને સહૃદય પ્રાર્થના અને આપની પણ શુભકામના મારા પર વર્ષે તેવી આશા.
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
🙏🌹🙏નારી તું નારાયણી 🙏🌹🙏