Part-2🙏🏻🙏🏻🙏🏻Udi Gayel Bulb💡💡💡
કેટલાક લોકો પોતાના પદને લઈને એટલા બધા વહેમમાં હોય છે કે, નિવૃત્ત થયા પછી પણ તેઓ તેમના *સારા દિવસો* ભૂલતા નથી. અને તેઓ તેમના ઘરે પ્લેટો (તકતી) લગાવે છે - નિવૃત્ત IFS/ નિવૃત IAS / નિવૃત્ત IPS / નિવૃત્ત PCS / નિવૃત્ત ન્યાયાધીશ વગેરે - વગેરે.....
હવે આ નિવૃત્ત IFS/ IAS/IPS/ DR/PCS/તહેસીલદાર/પટવારી/બાબુ/પ્રોફેસર/પ્રિન્સિપાલ/શિક્ષક.. એવી વળી કયાં... કોઈ પોસ્ટ છે? ભાઈ. માન્યુ કે તમે ખૂબ મોટા ઓફિસર હતા, હોશિયાર પણ હતા. ઓફીસમા તમારો વટ હતો. પણ તેનુ હવે શું?
વાસ્તવમાં આનાથી કોઈ ફરક નથી પડતો, પણ મહત્વનું એ છે કે તમે જયારે ઓફિસમાં પદ ઉપર હતા, ત્યારે કેવા માણસ હતા...?
તમે જીવનને કેટલું
સ્પર્શ્યું/કેવું જીવ્યા ...
તમે *સામાન્ય લોકો પર કેટલું ધ્યાન આપ્યું... તમારા મિત્રોના કેટલા કામમાં આવ્યા. તમારા કર્મચારીઓને કેટલા કામમાં આવ્યા, તમારી પવિત્ર ડ્યુટી કેવી રીતે બજાવી ?* ?
*લોકો ને કેટલા મદદરૂપ થયા.*
અથવા તો માત્ર અભિમાનમાં જ રહયા? કોને કેટલા ઘકકા ખવડાવ્યા ?
ઓફિસમાં રહીને જો તમે અહંકાર જ કરતા હોય તો યાદ રાખજો...
*કે એક દિવસ દરેકને ઉડી ગયેલા બલ્બ જ થવાનું છે.*
આ પોસ્ટ એવા લોકો માટે અરીસો છે કે, જેઓ પદ અને સત્તા ધરાવતા હોય પણ પોતાની કલમથી ક્યારેય સમાજનું હિત કરી શકયા નથી.
અને
*નિવૃત્તિ પછી સમાજ માટે મોટી ચિંતા કરવા લાગે છે.*
હજી પણ સમય છે, ચિંતન કરો, અને સમાજ ના હિત મા જે કઈ થઈ શકે તે કરીએ... અને પોતાના પદ રુપી બલ્બથી સમાજને રોશન કરીએ.
🤝🤝🤝🤝🤝👏
સમજાય
તેને વંદન કરીએ છીએ🙏