Gujarati Quote in Thought by Kinar Rana

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મ્યાનમાં નાખી અમે - તેં એ ગઝલ વાંચી નથી,
ઘા ઉપર ઢાંકી અમે - તેં એ ગઝલ વાંચી નથી,

જિંદગીના ખૂબ કડવા સ્વાદને બદલાવવા,
મોજથી ફાકી અમે - તેં એ ગઝલ વાંચી નથી.

જે તને... કેવળ તને વંચાવવા લખતાં રહ્યા,
જિંદગી આખી અમે - તેં એ ગઝલ વાંચી નથી.

સાવ ઝાંખા અક્ષરોમાં રાતનાં પાનાં ઉપર,
સૂર્યની વાંચી અમે - તેં એ ગઝલ વાંચી નથી.

એક ડૂમાને ગળાની કેદથી છોડાવવા,
બાનમાં રાખી અમે - તેં એ ગઝલ વાંચી નથી.

ખૂબ - હકડેઠઠ પીડાઓ ભરી હોવાં છતાં,
જે હસી કાઢી અમે - તેં એ ગઝલ વાંચી નથી.

રોજ ભોગળ જેમ - યાદોનાં કટકને રોકવા,
સાંજ પર વાખી અમે - તેં એ ગઝલ વાંચી નથી.
-હર્ષા દવે.
#Womens_week

-Kinar Rana

Gujarati Thought by Kinar Rana : 111789847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now