શ્વાસો પણ કયારે ખૂટી જશે એ કંઈ પણ નક્કી નથી,
ઘણાં પોતાનાએ દગો આપ્યા પણ હિંમત હારી નથી.....
કયાંક મારી મહેનત કરવામાં કંઈક ચૂક રહી ગયી હશે,
હજારો સપનાંઓ તૂટી ગયાં છતાં પણ આશ તૂટી નથી.....
ચાલતા ચાલતા કયારેક મારગ પણ ભટકી જવાય,
લક્ષ તરફ લઈ જતાં વિચારોની દિશા બદલી નથી...
સાથ પણ છૂટી જાયને થાકી પણ જવાય આ સફરમાં,
મુશ્કેલીઓ ગમે એવી આવે પણ હજું કોશિશ છોડી નથી...
અંતર આત્માનો અવાજ હંમેશાં પ્રોત્સાહિત કર્યા કરે,
પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા મારી કોઈ દિવસ ડગમગી નથી....
શ્વાસોશ્વાસના હજારો અવાજો મગજમાં ઘૂમ્યા કરે છે,
મનના અતૂટ વિશ્વાસમાં કયારે પણ આંચ આવી નથી....
-Bhargav Jagad